Welcome to SSGP
સંપ, સ્નેહ અને સંસ્કાર દ્વારા સમાજના ઉત્કર્ષમાં પ્રવૃત્ત...
મુલુન્ડ, દેવ ગુરૂ તથા અનુભવી અનેક સંસ્થા સાથે જોડાયેલા વડીલોનાં આશિર્વાદથી માત્ર દોઢ વર્ષમાં ૫૫ જેટલ સફળ કાર્ય કરીને સકળતાના શિખરે પહોંચવાનો અનુભવ કરી રહી છે. મનોરંજનથી મનોમંથનની સફર માત્ર દોઢ વર્ષ પહેલા શરૂ થઇ છે. અને આજે હરણફાળ ભરી રહી છે. તેનું માત્ર અકે જ કારણ છે સેવાભાવી કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ કે અમારે સમાજ માટે કાંઇક કરવું છે. શક્તિ સેવા સમર્પણ અને સંગઠનના મજબૂત પાયા ઉપર શ્રી શ્રેયસ્કર ઘોઘારી પરિવાર ઉભી છે. માત્ર એકજ ધ્યેય દરેક વ્યક્તિમાં રહેલ છે, કે મારે કંઈક ને કંઈક સારૂં કરવું છે. મારા ભીતર જે શક્તિ સમાયેલી છે, સેવા કરવાના શુભ ભાવ પણ છે. અને મૂળ વાતતો એ કે સમાજ થકી હું અને મારા થકી સમાજ માટે કંઈક સમર્પણ કરવું જોઈએ. અને આવા કલ્યાણ મિત્રોને જબરજસ્ત નેતૃત્વ મળ્યું અને એક મજબૂત દોરો મળ્યો ને એક પછી એક ૫૦ જેટલા યુવા તથા અનુભવી કાર્યકર્તાઓની એક મજબૂત સંગઠન બન્યું અર્થાત્ એક મજબૂત ટીમ બની ગઈ અને શ્રી શ્રેયસ્કર ઘોઘારી પરિવારની સ્થાપના થઈ.
ત્રણ મુખ્ય પ્રવૃત્તિઓ લગ્નોત્સવ મેડીકલ કેળવણી ને કેન્દ્રિત કરીને મનોરંજન કાર્યક્રમ સાથે શ્રી શ્રેયસ્કર ઘોઘારી પરિવારનો થયેલો ભવ્ય શુભારંભ
- લગ્નોત્સવ
- મેડીકલ
- કેળવણી